રાહુલ ગાંધી ૪૦ના થવા છતાં હજુ બધા તેમને બાબા કેમ કહે છે?
જવાબ : એ બાબા જ છે એટલે. કોઈ શક?
રાહુલ ૪૦ના થવા છતાં હજુ પરણ્યા કેમ નથી?
જવાબ : ઘરે બેઠાં જ અડોશીપડોશી અને ઓળખીતાપાળખીતા જો રસોઈ દઈ જતા હોય તો ઘરે રસોઈ બનાવવાની શું જરૂર?
રાહુલ ભોપાલ ગેસ કાંડથી માંડીને મહત્ત્વના મુદ્દાઓ પર મૂંગા કેમ રહે છે?
જવાબ : અઘરા સવાલો નહીં પૂછો. (આવું એ નહીં અમે કહીએ છીએ!) એમને મોદી-મોદી, સોરી, મોડી મોડી સમજ પડશે.
રાહલ ગાંધી સફેદ કપડાં જ કેમ પહેરે છે?
જવાબ : બેદાગ વ્યક્તિત્વ દેખાડવા.
રાહુલને અંગ્રેજીનો કયો શબ્દ પસંદ નથી?
જવાબ : modi-fy.
રાહુલને સ્વામી વિવેકાનંદ કેમ ગમતા નથી?
જવાબ : કારણકે તેમનું બાળપણનું નામ ‘નરેન્દ્ર’ હતું.
રાહુલ પર સિરિયલ બને તો તેનું નામ શું રખાય?
જવાબ : અગલે જનમ મોહે ગાંધી (ઇન્દિરા ગાંધીવાળા) હી કીજો.
રાહુલ ગાંધી પર ફિલ્મ બને તો તેનું નામ શું રખાય?
જવાબ : માય નેમ ઈઝ ગાંધી!
રાહુલ ગાંધી સ્વિસ બેંકમાં એકાઉન્ટ રાખતા હશે?
જવાબ : તેમનાં એકાઉન્ટ તો કોલંબિયા, સ્પેન એમ અનેક જગ્યાએ છે.
રાહુલના ચાહકોની મનપસંદ ફિલ્મ કઈ છે?
જવાબ : ગુલામી.
રાહુલના ચાહકોનું મનપસંદ ગીત કયું છે?
જવાબ : સચીન અને રણજીતાની ‘અખિયોં કે ઝરોખો સે’નું ‘એક દિન તુમ બહોત બડે બનોગે એક દિન’.
(નોંધ : ૧૯ જૂને – મતલબ કે આજે રાહુલ બાબા ૪૦ વર્ષના થયા તે નિમિત્તે અત્યંત હળવાશમાં લખાયેલી આ પોસ્ટ છે. ગંભીરતાથી કોઈએ લેવી નહીં.)
No comments:
Post a Comment