Tuesday, February 16, 2010

Ambaji

Location of Ambaji in Gujarat and India, Country : India, State : Gujarat, District(s) : Banas Kantha, Population : 13,702 (2001)
Name : Ambaji, Primary deity : Ambaji Mata (Shakti)
Location : Arasur, Banaskantha district, Gujarat

Ambaji is a census town in Banaskantha district in the state of Gujarat, India. Ambaji is an important temple town with millions of devotees visiting the Ambaji temple every year. It is one of the 51 Shakti Peethas.

Location and about the Temple : Ambaji mata temple is a major Shakti Peeth of India. It is situated at a distance of approximately 65 kilometres from Palanpur, 45 kilometres from Mount Abu and 20 kilometres from Abu Road near the Gujarat and Rajasthan border. In the holy temple of "Arasuri Ambaji", there is no image or statue of goddess the holy "Shree Visa Yantra" is worshiped as the main deity. No one can see the Yantra with naked eye. the photography of the Yantra is prohibited.
The original seat of Ambaji mata is on gabbar hilltop in the town. A large number of devotees visit the temple every year specially on Purnima days. A large mela on Bhadarvi poornima (full moon day) is held. Every Year from all over the country people come here walking all over from their native place just to worship MAA AMBE in July. The whole Ambaji is lighted up as the whole nation lights up at the festive time of Diwali.

History : Ambaji-the Origin of the Supreme Cosmic Power of the Universe is one of the fifty one 51 ancient Shakti Piths Tirth in India. There are 12 main Shakti Pith Tirth, significant places of pilgrimage for the worship of Shakti, namely, Ma Bhagwati Mahakali Maha Shakti at Ujjan, Ma Kamakshi at Kanchi Puram, Mata Bramaramba at Malay Giri, Shri Kumarika at Kanya Kumari, Mataji Ambaji at Anartgujarat Mata Mahalaxmidevi at Kohlapur, Devi Lalita at prayag, Vindhya Vasini at Vindhya, Vishalakshi at Varansi, Mangalavati at Gaya and Sundari Bhavani at Bangal & Guhya Kesari in Nepal.The Great Miracle of this Holy Place is that there is no idol or picture in the Nij Mandir the Temple of Shri Arasuri Mata Ambaji, but a simple cave like Gokh in the inner wall, in which A Gold Plated Holy Shakti Visa Shree Yantra having kurma back convex shape and 51 Bij letters therein, connected with that of the original Yantras of Nepal and Ujjain Shakti Piths, is also ritually installed in such a way it can be visible for devotion, but never photographed in past nor can be so done in future. The worship of this Visa Shree Yantra is done only after tying a bandage on the eyes.
The famous mountain of Gabbar is situated on the border of States of Gujarat and Rajasthan, near the flow of the origin of the famous Vedic virgin river SARASWATI, on the hills of Arasur in forest , towards south-west side to ancient hills of Arvalli, at the altitude of about 480 meters, at about 1,600 feet (490 m) high from sea level, having at 8.33 km² (5 sq. miles area ) area as a whole, and it is in fact One of the Fifty One (51) famous Ancient Pauranik Shakti Piths - The Centre of Cosmic Power of India and it is the original holy place of Mata Ambaji, where the piece of the heart of the dead body of Devi Sati fell at the top of this holy hill of Gabbar as per the legend narrated in the "Tantra Chudamani". The Mountain or Hill of Gabbar has also a small temple fortified from the western side and there are 999 steps to go up to the mountain and reach this holy temple at the top of Gabbar Hill. A Holy Lamp is constantly burning on this hill temple facing exactly in front of Visa Shree Yantra of Nij Mandir of Mata Shri Arasuri Ambica. There are many more beautiful Site Seeing Places on Gabbar together with a sunset point, Cave and Swings of Mataji and Trips through Ropeway.

Demographics : As of 2001 India census,[1] Ambaji had a population of 13,702. Males constitute 53% of the population and females 47%. Ambaji has an average literacy rate of 66%, higher than the national average of 59.5%, with 60% of the males and 40% of females literate. 14% of the population is under 6 years of age. Ambaji town is known for possessing mines which produce fine quality marble and granite.


ગુજરાતમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટ થી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે.અને આ ગામમાં અંબાજીનું મંદિર છે.આરાસુર ગામમાં મુખ્ય મંદિર,એની આસપાસ,ધર્મશાળાઓ મોદીની દુકાનો અને મોટે ભાગે જંગલી પહાડી લોકો જેને ભાઉડા કહે છે.તેઓના ઝુંપડા દેખાય છે.યાત્રાળુનું કામકાજ પણ આ ભાઉડા જ કરે છે. અંબાજીના મંદિરમાં કાંઈ વિશેષતા નથી. પરંતુ તેની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઉંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિ ભવ્ય મંદિરના ટ્સ્ટ્રીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. અત્યારે તો મંદિરની ઉપરનો કળસ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યો છે.મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે.ખાસ વાત યાદ રાખવા જેવી એ છે આટલી મોટી સંખ્યામા અહી યાત્રાળુઓ આવે છે પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહી હોય કે માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભુષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર,બપોર ને સાંજે જાણે કે વાધ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે. બિલકુલ તેની વર્ષોથી પાસે ધીના બે અખંડ દીવા બળે છે.
માતાજીના દર્શન સવારે અંદરનું બારણુ ઉઘડતા થાય છે. બેઉં વખતે આરતી વખતે પણ દર્શન થાય છે.વર્ષો પહેલા બ્રાહ્મણો અંદર જઈને માતાજીની પુંજા કરી શકતા હતાં. અત્યારે તો છે.બાકીના વખતે મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરાં મઢેલા બારણા છે,તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે. મંદિરના આગલા ભાગ ઉપર ધાબુ છે અને તેના ઉપર ત્રણ શીખર છે.
અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોક વાળી પણ કહેવામાં આવે છે.આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે.યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે.
અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી.બાળવામાં તો ધી જ જોઈએ. તેલ ખવાય તો નહિ જ. તેમજ માથાં માયે ન નખાય.પરંતુ ઘી નાખી શકાય.બીજુ એ કે આ માતાજીના સ્થાનમાં સ્ત્રીની પવિત્રતા ખાસ જાળવવી જોઈએ.કોઈ પણ પુરૂષથી કોઈ પણ સ્ત્રીની મશ્કરી ના કરી શકાય. વ્યભિચાર તો દુર રહ્યો પરંતુ જેટલા દિવસ આ ગામની હદમાં રહો તેટલા દિવસ કોઈથી સંગ ન થાય. સ્ત્રી સંગ કરનાર ઉપર માતાજી ગુસ્સે થાય છે. અને એને મોટું નુકશાન થાય છે એવી માન્યતા પ્રચલિત છે. આ શ્રદ્ધાને પરિણામે જ યાત્રાળુઓ આ સ્થાનમાં પવિત્રતાથી રહે છે.
અંબાજીમાં વર્ષે બે થી ત્રણ મેળાઓ ભરાય છે. અને મેળા વખતે ભવાઈ ભજવવામાં આવે છે.અંબાજીની માન્યાત નાગર જેવી સંસ્કારી કોમમાં ઘણી હોવા છતાં આ ભવાઈનો રિવાજ ચાલું છે તે નવાઈ જેવું છે.
આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રૂક્મણિએ આ માતાજીની પૂંજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો,માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ.સ. 1415 (ઈ.સ. 1359) નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્રારમાં એક સ. 1601 નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાની લેખો છે, તે 16 માં શકતના છે. એક બીજા સં. 1779 ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે. ઈ.સ. 14 માં શતકથી તો આરાસરુનાં અંબાજીની માન્યાતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાના બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમાં ચાલું હોવાનો સંભવ છે. કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીઆ કરીને એક ગામ છે.આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ પહાણનાં જૈન દેરાસરો છે .આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે 360 દેરાસરો બંધાવ્યા,પણ માતાજીએ પૂછ્યું કે,આ દહેરા કોના પ્રતાપથી પ્રતાપી ? ત્યારે વિમળશાહે જવાબ આપ્યો કે ગુરૂના પ્રતાપથી. આ જવાબથી ગુસ્સે થઈને માતાજીએ દેરા બાળી નાંખ્યા. અને માત્ર પાંચ રહેવા દીધા.

wahgujarat.com_ambaji_temple

દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.

બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી રામે રાવણનો નાશ કર્યો.

દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધી માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.

શ્રી આરાસુરી – અંબાજી માતા દેવસ્થાન : ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન, નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે, અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે અને યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવી પોતાને ધન્ય માને છે. મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું માન સરોવર આવેલું છે. જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

અંબાજી જવા માટે રોડ માર્ગ:
ગાંધીનગર – ૧૫૫ કિ.મી.
અમદાવાદ – ૧૭૯ કિ.મી.
સુરત – ૪૫૭ કિ.મી.
રાજકોટ – ૪૦૪ કિ.મી.
પાલનપુર – ૬૦ કિ.મી.
આબુ રોડ – ૨૩ કિ.મી..

નજીકનું રેલ્વે સ્ટેશન : આબુ રોડ (રાજસ્થાન સરહદ), પાલનપુર (ગુજરાત)

નજીકનું હવાઇ મથક : અમદાવાદ

સંપર્ક માહિતી

કલેકટરશ્રી, બનાસકાંઠા અને અધ્યક્ષશ્રી, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ,
ફોન નં. : (ઓ) +૯૧ ૨૭૪૯ ૨૫૭૧૭૧
one No.: (ફેક્સ) +૯૧ ૨૭૪૯ ૨૫૨૭૪૦
one No.: (નિ) +૯૧ ૨૭૪૯ ૨૫૭૦૦૭
one No.: (મો) +૯૧ ૯૮૨૫૦૩૦૮૦૩

વહવટદારશ્રી, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ,
ફોન નં. : (ઓ) +૯૧ ૨૭૪૯ ૨૬૨૧૩૬, ૨૬૨૬૩૬
one No.: (ફેક્સ) +૯૧ ૨૭૪૯ ૨૬૪૫૩૬
one No.: (નિ) +૯૧ ૨૭૪૯ ૨૬૨૧૫૨
one No.: (મો) +૯૧ ૯૮૨૪૪૮૪૯૧૭

ના. કા. ઇજનેર.
ફોન નં. : (ઓ) +૯૧ ૨૭૪૯ ૨૬૨૯૩૦
one No.: (મો) +૯૧ ૯૮૨૪૦૭૨૨૨૧

No comments:

Post a Comment