Monday, December 20, 2010

૨૦૧૧માં સારો પગાર વધારો થશે?

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં સમાચાર છે કે ઇસુના આવતા વર્ષમાં ૨૦ ટકા પગાર વધારો થવાની સંભાવના છે.

સારા સમાચાર છે, પણ હકીકત એ છે કે

-મોંઘવારી સતત વધતી ચાલી છે. પેટ્રોલ, દૂધ, શાકભાજી વગેરે જીવનજરૂરી ચીજોમાં ભાવો વધતા જ ચાલ્યા છે. હમણાં જ પેટ્રોલમાં એક ધડાકે રૂ. ૩ વધી ગયા!

- આપણે વ્હાઇટ કોલર જોબવાળા પગારવધારો કરાવી શકતા નથી, પણ કામવાળાથી લઈને કડિયા-કારીગરોએ તો ઘણો વધારો કરી જ નાખ્યો છે. ઇવન, હમણાં તો અમે ઓફિસ (જજીસ બંગલાની સામે) પાસે ચા પીવા જઈએ છીએ તેણે પણ ચાના ભાવ વધારી દીધા છે. છેલ્લાં ત્રણ વર્ષમાં સરખામણી કરીએ તો લગભગ ચાના ભાવ બમણાં થઈ ગયા છે!

- આની સામે,  છેલ્લા ત્રણ વર્ષથી મંદીનું જ વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. માર્કેટિંગ અને આઈટી જેવા કેટલાક અપવાદ ફિલ્ડને બાદ કરો તો, પગાર વધારો રોકી દેવાયો છે અથવા જે થયો છે તે સાવ નામ માત્રનો છે.

માનો કે, આવતા વર્ષે આ સમાચાર કહે છે તેમ, પગારવધારો થશે તો તે માત્ર આ મોંઘવારી સામે બેલેન્સ જ થશે.

મને લાગે છે કે મારા કરતાં કોઈ સારા અર્થશાસ્ત્રી આ હકીકતને વધુ સારી રીતે સમજાવી શકે. (છે કોઈ?)

No comments:

Post a Comment